Saturday, October 15, 2016

દિલનાં એક ખૂણામાં તારી બેશુમાર યાદો સાચવી રાખી છે...

 *દુઃખ બધુ દીવાલો નું છે સાહેબ,*

*ખુલ્લા માં રહો તો ધરતીકંપ પણ હચ-મચાવી નથી શકતું....!*




તમે બતાવ્યું તો માત્ર મ્રુગજળ... અમે તો એમાં જ નહાઇ બેઠા..!



હસ્તરેખામાં એવું તો શું ખાનગી હશે ?

જન્મેલું બાળક પણ મૂઠી વાળેલી રાખતું હશે ?


અંતની પરવા ના કર, તું શરૂઆત કર,
હોય એ ભલેને કડવી, તું નાનકડી શરૂઆત તો કર. . .


દર્દની પણ એક અદા છે..

એ સહનશક્તિ વાળા પર જ ફિદા છે....!!


 ફરીયાદની પાઇ-પાઇ
જોડીને રાખી હતી

ત્યા તમે ગળે લગાડીને
હિસાબ બગાડી દીધો


🌹રગ રગમાં તોફાન થયું છે, ત્યારે થોડું ભાન થયું છે.....

અધકચરી આ ઊંઘની વચ્ચે, સપનું બહુ હેરાન થયું છે.🌹


આમ તો આ વરસાદનો ઘણો સુંવાળો છાંટો છે...

પણ ન હોય તું, તો એજ તીક્ષ્ણ કાંટો છે...



દિલનાં એક ખૂણામાં તારી બેશુમાર યાદો સાચવી રાખી છે...

બસ આનાથી વધારે, મારી જાહોજલાલી શું હોય શકે.....


: વાંચી શકાય તો વાંચી લે...
આંખો મા ઉભરાતી લાગણી...
બાકી શબ્દો તો હવે થાકી ગયા છે....... કહી  કહી ને........


ભીનાશ તો વાદળ માં પણ છે અને મારી આંખો માં પણ છે....
ફરક એટલો જ છે કે એ વહાવે છે અને હું છુપાવુ છુ...


જિતવી છે દુનિયા,
બસ એક મિત્ર ની રાહ જોઉં છુ..
મળે છે સુદામા ઘણા,
પણ હુ કર્ણ ની રાહ જોઉં છુ...!!!


ચોપડીના દાખલા ખોટા પડે તો પો'ચી વળાય સાહેબ,
ગણિત લાગણીનું ખોટું પડે ત્યારે જિંદગી ગોટાળે ચડે...
.


 વાંચી શકાય તો વાંચી લે...
આંખો મા ઉભરાતી લાગણી...
બાકી શબ્દો તો હવે થાકી ગયા છે....... કહી  કહી ને........

No comments:

Post a Comment